Good News: Microsoft launches Smartphones in Around Rs. 1500
જો તમે સસ્તો સ્માર્ટફોન ખરીદવા ઈચ્છો છો તો તમારા માટે એક ગુડ ન્યૂઝ છે. માઈક્રોસોફ્ટ ટૂંક સમયમાં જ એક સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરવાનુ આયોજન કરી રહ્યુ છે. આ ફોનની કિંમત સરેરાશ 25 ડોલર એટલે કે રૂ. 1500થી શરૂ થશે. આ માટે કંપનીએ હાર્ડવેર બનાવતી કંપનીઓ સાથે સંપર્ક પણ શરૂ કરી દીધો છે. આ સિવાય કંપનીની ક્વાકોમ સાથે પણ વાતચીત ચાલી રહી છે.
એક અંગ્રેજી ન્યૂઝ પેપર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે માઈક્રોસોફ્ટના નવા સીઈઓ સત્યા નડેલાના નેતૃત્વમાં કંપની સસ્તા સ્માર્ટફોન લાવવાનો પ્રયત્ન કરી રહી છે. તેમનુ કહેવુ છે કે કંપની દ્વારા એવી વ્યવસ્થા કરવામાં આવશે જેના માટે લેનોવો જેવા તેના પાર્ટનર આ પ્રકારનો ફોન સરળતાથી બનાવી શકે. આ પ્રમાણેના સસ્તા સ્માર્ટફોન બનાવીને માઈક્રોસોફ્ટ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ માટે બજાર તૈયાર કરવા માગે છે. સસ્તા સ્માર્ટફોનનો એ ફાયદો થશે કે અવિકસીત દેશમાં પણ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરવાનુ શરૂ કરી દેશે.
માઈક્રોસોફ્ટના વાઈસ પ્રેસિડન્ટ જો બેલફોરે જણાવ્યુ છે કે, અમે વધતા જતા બજારની ચિંતા કરીએ છીએ. માઈક્રોસોફ્ટ અને ક્વાલકોમ સસ્તા સ્માર્ટફોનની ડિઝાઈન તૈયાર કરી રહ્યા છે. માઈક્રોસોફ્ટ તેમની વિન્ડોઝ 8.1 સોફ્ટવેરને સુધારી રહ્યા છે જેથી સસ્તા ફોન બનાવી શકાય. નોંધનીય બાબત એ છે કે નોકિયાએ એક સસ્તો આઈફોન બજારમાં ઉતારી દીધો છે જેની કિંમત 29 યૂરો છે. તે ફોનમાં ઈન્ટરનેટની પણ સુવિદા છે. આ સિવાય તેમણે ત્રણ અન્ય સસ્તા ફોન પણ લોન્ચ કર્યા છે.
Subscribe to:
Post Comments
(
Atom
)

No comments :
Post a Comment