Good News For Whats App Users : હવે કરી શકાશે વોઈસ કોલ પણ

No comments

ફેસબુક થોડા દિવસ પહેલા જ વોટ્સ એપને ખરીદી લધી છે. રૂ. 1187 અબજમાં થયેલા આ સોદા પછી 2-3 દિવસની અંદર જ વોટ્સ એપમાં ઘણા નવા ફિચર્સ ઉમેરવામાં આવી રહી છે. કંપની દ્વારા તાજેતરમાં જ જાહેરાત કરવામાં આવી છે કે 2014ના બીજા ક્વાર્ટરમાં વોટ્સ એપમાં વોઈસકોલિંગ શરૂ કરવામાં આવશે.

કંપનીનું કહેવું છે કે હાલમાં વોટ્સ એપ યુઝર્સ અત્યારે માત્ર ટેક્સ્ટ કરી શકે છે પરંતુ હવે તેઓ વોઈસ કોલ પણ કરી શકે તેમ અમે ઇચ્છીએ છીએ. વોટ્સ એપના ફાઉન્ડર સીઈઓ જેન કોઉમે સ્પેનના બાર્સિલોનામાં ચાલી રહેલા મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2014માં જણાવ્યું હતું કે શરૂઆતમાં એન્ડ્રોઈડ અને iPhoneમાં આ ફીચર ચાલુ કરવામાં આવશે. જ્યારે વિન્ડોઝ અને બ્લેકબેરી ઓપરેટિંગ સિસ્ટમના યુઝર્સે થોડી વધુ રાહ જોવી પડશે.

કંપનીએ જણાવ્યું હતું કે વોઈસ કોલિંગ માટે વપરાતી બેન્ડવિથને અમે બને તેટલી ઓછી યુઝ કરવાનો પ્રયાસ કરીશું અને તે માટે અમારી એપ્લિકેશનને ઓપ્ટિમાઈઝ પણ સારી રીતે કરી છે. જો કે તેના કારણે વોઈસ ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારનો ફર્ક નહીં પડે. થોડાં દિવસ પહેલાં જ વૉટ્સઍપમાં બે નવા ફીચર્સ ઊમેરવામાં આવ્યાં હતાં.

So Now Wait And Watch ..... For New Whats App...

No comments :

Post a Comment