માત્ર 3 મિનિટ કસરત કરો અને બનાવો તમારા શરીરને Slim
સંશોધકોનો દાવો છે કે, ઓછા સમયગાળાની સખત મહેનત જ સ્લિમ બનવા માટે પૂરતી છે. સંશોધકોએ તેમના સંશોધન બાદ જણાવ્યું કે, રોજ કલાકોનો સમય જિમમાં ગાળવા કરતા દિવસમાં પ્રભાવી રીતે કસરત કરવી જોઇએ.
સંશોધકોના જણાવ્યા અનુસાર હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ(એચઆઈટી) શરીરમાં ચરબીને બાળવા માટેના હોર્મોન સર્જે છે. આ હોર્મોન ગ્લુકોઝને લોહીના માધ્યમ દ્વારા સ્નાયુઓના કોશમંડળમાં મોકલે છે જ્યાં તે ઊર્જા સ્વરૂપે બળે છે.
મળતી માહિતી અનુસાર ઓછા સમયગાળાની કસરતથી ભૂખ ઓછી કરવામાં મદદ મળે છે જ્યારે કલાકો કસરત કરવાથી વધારે ભૂખ લાગે છે. એક સંશોધનના જણાવ્યા અનુસાર જે લોકો વજન ઓછું કરવા ઇચ્છે છે તેમણે કસરત પછી નાસ્તા પર તૂટી પડવાનો વારો નહીં આવે કે જે હંમેશા મોટી કસરત કર્યા બાદ હંમેશા થતું હોય છે.
Subscribe to:
Post Comments
(
Atom
)

No comments :
Post a Comment